Latest

Visit our Website on jainnewsviews.com

Total Pageviews Today

Monday, 21 May 2018

૨૨મી મે ના રોજ ભગવાન મહાવીરને ભાલે થશે...

૨૨મી મે ના રોજ ભગવાન મહાવીરને ભાલે થશે... Visit http://jainnewsviews.com
આજે સૂર્ય ઊર્જાની મહત્તા વધી રહી છે ત્યારે સૂર્યના પ્રત્યક્ષ ચમત્કાર જેવી ઘટના દર વર્ષે ૨૨મી મેના રોજ અમદાવાદ-ગાંધીનગર હાઇવે પર આવેલા મહાવીર જૈન આરાધના કેન્દ્ર-કોબાના દેરાસર ખાતે જોવા મળે છે. જે અંતર્ગત બપોરે ૨.૦૭ મિનિટે ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલક થાય છે. આ નજારો અહીં વર્ષ-૧૯૮૭થી જોવા મળી રહ્યો છે.




[caption id="attachment_4508" align="aligncenter" width="600"]૨૨મી મે ના રોજ ભગવાન મહાવીરને ભાલે થશે સૂર્ય તિલક ૨૨મી મે ના રોજ ભગવાન મહાવીરને ભાલે થશે સૂર્ય તિલક[/caption]



આ અંગે આચાર્ય અરુણોદયસાગરસૂરીશ્વરજીએ જણાવ્યું કે આ કોઇ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિત શાસ્ત્ર અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મ.સા. અને અજયસાગરજી મ.સા.એ શિલ્પ-ગણિત અને જયોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે. જૈનચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.ને અંતિમ સંસ્કાર આ દિવસે અને સમયે આપવામાં આવ્યા હતા. તેની સ્મૃતિ કાયમી રહે તે હેતુથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે.


તેમણે કહ્યું કે આ ઘટના થાય છે, તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્ર્વિત છે અને જયોતિષ શાસ્ત્ર મુજબ પણ સૂર્ય કયારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે આ દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે અહીં સૂર્ય તિલક થાય છે અને દેશભરમાંથી લોકો આ નજારો જોવા કોબા આવે છે.


ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજુ સુધી કોઇ વાદળ કે કોઇપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી.


એક વાર એવું બન્યુ હતું કે, બપોરે વાદળ ઘેરાઈ ગયા હતા અને સૂર્ય દેખાતો બંધ થયો હતો. પણ, બપોરે ૨.૦૫ કલાકે વાદળ હટી ગયા અને સૂર્ય તિલક થયું.


કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. સાથે જ આ અદ્‌ભુત ઘટના જીવનમાં યશ, કીર્તિ અને ઉન્નતિકારક બની રહે છે.


જૈન ધર્મમાં સૂર્યના વિષયને લગતું એક સ્વતંત્ર આગમ રચાયેલું છે. જેનું નામ સૂર્ય પ્રજ્ઞપિત્ છે.


ભારતીય પરંપરામાં સૂર્યનું ખૂબ જ મહત્વ છે. સૂર્યને આરોગ્ય આપનાર દેવ પણ કહેવામાં આવ્યા...

No comments:

Post a Comment