ભારતીય કેલેન્ડર મુજબ પ્રત્યેક 3 વર્ષ બાદ વર્ષમાં 12ની જગ્યાએ 13 મહિના આવે છે. આ વધારના મહિનાને અધિક માસ કહેવાય છે. આવું થવા પાછળનું કારણ સૂર્ય અને ચંદ્ર વર્ષ છે. આ બંનેની ગણતરીમાં આવતો તફાવત 3 વર્ષે અધિકમાસ સ્વરુપે કેલેન્ડરમાં એડ કરવામાં આવે છે. પાશ્ચાત્ય કેલેન્ડરમાં આવતું લિપ યર પણ આ સૂર્ય અને ચંદ્ર કેલેન્ડરનું પરીણામ છે. જોકે તેમાં દર ચોથા વર્ષે ફેબ્રુઆરી માસનો એક દિવસ જ વધે છે જ્યારે અહીં સંપૂર્ણ મહિનો. આવું કેમ ?
LIKE US on Facebook
[FBW]
ભારતીય જ્યોતિષ પ્રમાણે પંચાંગ ગણના મુજબ એક સૌર વર્ષમાં 365 દિવસ, 15 ઘડી, 31 પળ અને 30 વિપળ હોય છે. જ્યારે ચંદ્ર વર્ષમાં 354 દિવસ, 22 ઘડી, 1 પળ અને 23 વિપળ હોય છે. આમ સૂર્ય અને ચંદ્ર વર્ષમાં 10 દિવસ,53 ઘડી, 30 પળ અને 7 વિપળનું અંતર પ્રત્યેક વર્ષ દરમિયાન રહી જાય છે. જેને સમાયોજીત કરવા માટે અધિક માસની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિક માસવાળા વર્ષમાં જે મહિના દરમિયાન સૂર્ય સંક્રાંતિ ન હોય તેને અધિક માસ કહેવાય છે. સામાન્ય રીતે આ મહિનો ભારતીય કેલેન્ડરના ફાગણ થી કાર્તક મહિનાની વચ્ચે આવે છે.

No comments:
Post a Comment